Skip to main content
Settings Settings for Dark

યાસ વાવાઝોડું આગામી 12 કલાકમાં ગાઢ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના

Live TV

X
  • ચક્રવાતી તોફાન યાસ પૂર્વીય મધ્ય બંગાળની ખાડીમાં ગાઢ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇ ગયુ છે. આ વાવાઝોડું છેલ્લા છ કલાકથી ઉત્તરની તરફ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું આગામી 12 કલાકમાં ગાઢ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. યાસ વાવાઝોડું ગત મધ્યરાત્રિએ ઓડિશાના પારા-દિપથી 390 કિલો મીટર દૂર બાલાસોર થી 490 કિલોમીટર દૂર અને પશ્ચિમ બંગાળના દિઘા તટથી લગભગ 500 કિલોમીટર દૂર હતું. વાવાઝોડુ ઉત્તર દિશાની તરફ વધતા 26 મેની સવારે ઓડિશાના પારા દિપ અને સાગર દિપની વચ્ચે પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાને પગલે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  અત્યાર સુધી 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એન.ડી.આર.એફ. ની  99 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ઓડિશામાં 52 જ્યારે પશ્ચિમ બંગાળમાં 35 ટીમ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ-મંત્રી અમિત શાહે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે તેમજ અંદામાન નિકોબાર દ્વિપ સમૂહના એલ.જી. સાથે ચક્રવાત યાસને લઇને તૈયારીઓની સમીક્ષા કરી હતી. સમીક્ષામાં કોવિડ હોસ્પિટલમાં વીજળીનો પુરવઠો ન ખોરવાય તેમજ પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન અને દવાઓ મળી રહે તેની પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply