Skip to main content
Settings Settings for Dark

રક્ષા અને વેપાર ક્ષેત્રમાં સહયોગ એજન્ડામાં સૌથી ઉપર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 25 ફેબ્રુઆરીએ નવી દિલ્લીમાં વિસ્તૃત વાતચીત થશે..જેમાં રક્ષા અને વેપાર ક્ષેત્રમાં સહયોગ એજન્ડામાં સૌથી ઉપર છે..

    PM નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રક્ષા તથા વેપાર સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર આ મહિનાની 25 તારીખને વિસ્તૃત વિચાર-વિમર્શ કરશે..વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પર તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે..રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસની ભારત યાત્રા પર આવી રહ્યા છે..વિદેશ સચિવે જણાવ્યું કે દિલ્લી સિવાય અમદાવાદ અને આગરા પણ જશે..
    વિદેશ સચિવે કહ્યું કે અમેરિકા સાથે ભારતના સંબંધ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયા છે..તેમણે જણાવ્યું કે બંને દેશોના હિતોમાં ઘણી સમાનતા છે, તે પછી આતંકવાદનો ખાત્મો કરવાનો હોય કે હિંદ પ્રશાંત ક્ષેત્રને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ક્ષેત્ર સુનિશ્ચિત કરવાનો મુદ્દો હોય..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply