રસ્તાઓને વિરોધ પ્રદર્શન માટે અનિશ્ચિત કાળ સુધી બંધ ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ
Live TV
-
સુનાવણીની આગામી તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
શાહીન બાગના વિરોધ પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી કરતાં કહ્યું કે રસ્તા વિરોધ પ્રદર્શન માટે અનિશ્ચિત સમય માટે બંધ કરી ન શકાય. વિરોધ માટે એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને સૂચના આપી , આગામી સુનાવણી 17 ફેબ્રુઆરી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે શાહીન બાગમાં વિરોધ વિરુદ્ધ અરજીઓ પર સુનાવણી કરતાં કહ્યું કે આ વિરોધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, જાહેર માર્ગ બંધ કરવો તે યોગ્ય નથી. વિરોધ માટે એક નોંધપાત્ર સ્થાન હોવું જોઈએ અને સુનાવણીની આગામી તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. એક મહિનાથી વધુ સમયથી, દિલ્હીના શાહીન બાગમાં લોકો નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે દિલ્હી-નોઈડા રસ્તો બંધ છે. આને કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકમાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ અરજી કોર્ટમાં કરવામાં આવી હતી.