રાજકોટ હોસ્પિટલ આગ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
ગતરાતે રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં આગ લગતા 5 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ અંગે ટ્વિટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને સાથે જ રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કરી આગળની તાપસ માટે આદેશ આપ્યો છે.
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગતરાતે આગનો બનાવ સામે આવ્યો હતો. હોસ્પિટલમાં લાગેલ આગના બનાવમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ત્યારે આ બાબતે ટ્વિટ કરતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, રાજકોટમાં હોસ્પિટલમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનીથી ખુબજ દુઃખી છુ. મારી સહાનુભૂતિ આ ગંભીર ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર લોકો સાથે છે. ઘાયલ થયેલા લોકો જલ્દીથી સજા થાય એ માટે ભગવાનને પ્રાર્થના. એડમિનિસ્ટ્રેશન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પુરી પાડશે .
આ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગતરાત્રે કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુ ની અંદર સારવાર લઇ રહ્યા હતા. આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે આ ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી આગળ તપાસના આદેશ આપ્યા છે.
