ભારતે આંતરાષ્ટ્રીય કૉમર્શિઅલ વિમાન વ્યવહાર પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો
Live TV
-
સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સુનિશ્ચિત ફ્લાઇટ્સને કેસ-ટુ-કેસ આધારે સક્ષમ અધિકારી દ્વારા અમુક રૂટ પર મંજૂરી આપવામાં આવી શકે છે.
આંતરરાષ્ટ્રીય સુનિશ્ચિત ફ્લાઇટ્સ પર ડીજીસીએ(DGCA ) દ્વારા લગાવામાં આવેલો પ્રતિબંધ આ મહિનાની 30 તારીખના રોજ સમાપ્ત થવાનો હતો. જેને લંબાવીને હાલ 31 ડિસેમ્બર કરી દેવામાં આવ્યો છે.
ભારતે યુ.એસ, યુ.કે, ફ્રાંસ, યુએઈ, કતાર, માલદીવ્સ, કેન્યા અને ભૂટાન સહિતના આશરે 18 દેશો સાથે એર બબલ કરાર કરેલો છે. આ કરારથી દેશો વચ્ચે ફક્ત સુનિશ્ચિત અને વિશેષ ફ્લાઇટ્સને જ સંચાલનની મંજૂરી મળે છે.
કોવિડ -19 ના વધતા સંક્રમણને ધ્યાનમાં લેતા 23મી માર્ચના રોજ થી તમામ ઘરેલુ અને આંતરાષ્ટ્રીય સુનિશ્ચિત ફ્લાઈટ્સને સ્થગિત કરી દેવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે સ્થાનિક અને ઘરેલુ ફ્લાઇટ સેવાઓ 25મી મે ના રોજથી ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ માત્ર ત્રીજા ભાગની ક્ષમતા પર જ. પાછળથી આ કેપને વધારીને 45% અને પછીથી 60% કરી દેવામાં આવી હતી.
