Skip to main content
Settings Settings for Dark

રાજઘાટ પર સ્વર્ણિમ હિમાચલ મહોત્સવમાં ‘હિમાચલ માટે દોડ' કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • આ અવસરે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર હાજર રહ્યાં હતાં.

    નવી દિલ્હીના રાજધાટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ઝંડી ફરકાવીને હિમાચલ મેરેથોનને રવાના કરી હતી. આ અવસરે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર હાજર રહ્યાં હતાં. સ્વર્ણીમ હિમાચલ મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યાંમાં લોકો આવ્યાં હતાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સમારોહને સંબોધતા જણાવ્યું હતું, કે દિલ્હી વસતા હિમાચલવાસીઓનું શરીર દિલ્હીમાં છે. પરંતુ તેમનો આત્મા તો હિમાચલમાં વસવાટ કરે છે. 

    આ સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું, કે દિલ્હીમાં વસતા હિમાચલ વાસીઓ ખુબજ મહેનતુ છે. હિમાચલને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે ગ્રામિણ સડક સહિત ઘણા પ્રોજેક્ટો તેમજ હોસ્પીટલના વિકાસ માટે યોજનાઓ આપી છે. આ અવસરે કાર્યક્રમને સંબોધતા હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યુ હતું, કે હિમાચલથી દુર વસતા હિમાચલવાસીઓ હિમાચલ સાથે દિલથી જોડાયેલા છે. તે પ્રસન્નતાનો અવસર છે. હિમાચલ મેરેથોન માટે ઉપસ્થિત રહેવા બદલ તેમણે ઉપસ્થિતોને શુભેચ્છા પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply