BSFના 57માં સ્થાપના દિવસ પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી
Live TV
-
સીમા સુરક્ષા દળનો સ્થાપના દિવસ પ્રથમ વાર રાજધાની દિલ્હી બહાર સરહદી જિલ્લા જેસલમેરમાં ઉજવાઇ રહ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જેસલમેર પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગૃહમંત્રીએ આજે જેસલમેરમાં BSFના 57માં સ્થાપના દિવસ પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. સીમા સુરક્ષા દળનો સ્થાપના દિવસ પ્રથમ વાર રાજધાની દિલ્હી બહાર સરહદી જિલ્લા જેસલમેરમાં ઉજવાઇ રહ્યો છે.
ગૃહમંત્રીએ 1956નાં ભારત- પાકિસ્તાન યુદ્ધમાં શહીદી વહોરનાર પૂનમ સિંઘને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપરાંત શહીદ પૂનમ સિંઘ BSFના 57માં સ્થાપના દિવસ પરેડનું નિરીક્ષણ પણ કર્યું. આ પ્રવાસમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ જોડાયા હતાં. મહત્વનું છે કે BSF એ દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ છે.
