Skip to main content
Settings Settings for Dark

વાવાઝોડુ જવાદ નબળું પડ્યું: આંધ્રપ્રદેશ, ઓરિસ્સા સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી

Live TV

X
  • આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના મેદાની વિસ્તારોમાં રવિવારે સવારથી બપોર સુધી પવનની ગતી 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની થઇ શકે છે. 

    બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડુ જવાદ હવે નબળું પડી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે બપોરના સમયે આ વાવાઝોડું ઓરિસ્સાના મેદાની વિસ્તારમાં પહોચવાની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના મેદાની વિસ્તારોમાં રવિવારે સવારથી બપોર સુધી પવનની ગતી 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની થઇ શકે છે. 

    બપોર બાદ તેમા ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તોફાનના કારણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તમામ વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જે સોમવાર સુધી ચાલુ રહી શકે છે. બંગાળની ખાડીના તોફાનના પગલે માછીમારોને દરિયામાંથી પરત બોલાવાયા છે. તેઓને 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. NDRF, નેવી, અને ભુમિદળ સહિત, અન્ય એકમો કોઇ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. જે માટે NDRFની 64 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાંથી 12 ટીમ રીઝર્વ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply