રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુદળનુ મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે નાગરિકના મોત
Live TV
-
રાજસ્થાનના હનુમાનગઢ પાસે ભારતીય વાયુસેનાનું એક મીગ-21 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. હનુમાનગઢ જિલ્લાના પીલીબંગા પ્રદેશનું ગામ દહેલાલ નગરના વસ્તીવાળા વિસ્તારમાં આજે સવારે લગભગ સવાદસ વાગે વિમાન એક ઘર ઉપર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ બનાવમાં બે લોકોના મોત થયા છે. આ ઘરમાં છ-સાત લોકો ઉપસ્થિત હતાં. આ બનાવમાં પાઇલોટ અને સહ-પાઇલોટ સુરક્ષિત રહ્યાં છે. આ બનાવ બાદ એરફોર્સની બે રાહત ટીમ ઘટના સ્થળે પહોચી છે. જિલ્લા કલેકટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. આ મિગ વિમાને સુરજગઢથી ઉડાન ભરી હતી.
