સંરક્ષણમંત્રી ચંદીગઢ ખાતે વાયુ સેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે ચંદીગઢ ખાતે વાયુ સેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ સેન્ટર ફોર સાયબર ઑપ્સ એન્ડ સિક્યુરિટી નો શિલાન્યાસ પણ કરશે. આ હેરિટેજ સેન્ટર માં ભારતીય વાયુસેનાની કામગીરીની જાણકારી માટેની કલાકૃતિઓ, સિમ્યુલેટર અને ઈન્ટરેક્ટિવ બોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વાયુસેનાની લડાયક ક્ષમતા ઉપરાંત આપત્તિ સમયે વાયુ સેનાની મહત્વપૂર્ણ અને માનવીય સહાયની ભૂમિકાનો પરિચય આપશે. આ ઉપરાંત વાયુસેનાના આ હેરિટેજ સેન્ટરમાં વિવિધ ભૂતકાળના યુદ્ધવિમાન પણ હશે. ચંડીગઢ નું આ હેરિટેજ સેન્ટર દેશના યુવાનોને ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે.
