મણીપુરમાં સ્થિતિ બની રહી છે સામાન્ય, હિંસાના કોઈ તાજા સમાચાર નહીં
Live TV
-
મણીપુરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે. ખીણ વિસ્તારોમાંથી હિંસાની કોઇ તાજા ખબર આવી નથી.
મણીપુરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે. ખીણ વિસ્તારોમાંથી હિંસાની કોઇ તાજા ખબર આવી નથી. મણીપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહ ઇમ્ફાલમાં સ્થિતિ ઉપર ધ્યાન આપી રહ્યાં છે. સેનાના હેલીકોપ્ટર હિંસા પ્રભાવીત જિલ્લાઓ પર ઉડાન ભરીને નજર રાખી રહ્યાં છે.
કેટલાક પસંદગીના જિલ્લામાં કેટલાક કલાકો માટે સાર્વજનીક કરફ્યુંમાં છૂટ આપવામાં આવી હતી. હિંસા પ્રભાવીત ચુડાચાનપુર જિલ્લાના લગભગ પાંચ હજાર લોકો જિલ્લા વહિવટીતંત્ર અને સુરક્ષાદળોના રાહત શિબિરોમાં આશ્રય લઇ રહ્યાં છે. દરમિયાન કડક સુરક્ષા વચ્ચે 1500 લોકોને સુરક્ષીત બહાર કાઢીને સુરક્ષાદળોએ ખીણ વિસ્તારના લોકોને તેમના રહેણાક સુધી પહોચાડ્યાં છે.
