રાજસ્થાનમાં લોકડાઉનના પગલે રાજ્યની સરહદો સીલ કરવામાં આવશે
Live TV
-
રાજસ્થાનમાં કોરોના સંક્ર્મણ વધતા રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રાજ્યની સરહદો પણ સીલ કરી દેવામાં આવશે. ત્યારે યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિલોમીટર દૂર રાજસ્થાનની સરહદ આવેલી છે. ત્યારે છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. આ ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. એટલુજ નહી રાજસ્થાન રોડવેઝની એસ.ટી બસ તેમજ ગુજરાત એસ.ટી નિગમની બસોને પણ પ્રવેશ નહીં મળે. જયારે ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ પોતાના કોરોનાના RT- PCR ટેસ્ટ નેગેટિવ બતાવા ફરજીયાત રહેશે. જોકે ગુજરાતની સરહદ ચેકપોસ્ટ ઉપર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.
