પ્રધાનમંત્રીએ રાજ્યોના કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર, ઉતરાખંડ, પંજાબ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીઓ સાથે સંવાદ દરમ્યાન કોરોનાની સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી. રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોની સ્થિતિથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રી આ પહેલા તમિલનાડુ, ઝારખંડ,ઓડિસા,તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી હતી.
કોરોના સંક્રમણ દિવસ જતા ઘાતક બની રહ્યું છે ત્યારે દરેક રાજ્યમાં સ્થિતિ અલગ અલગ છે. ક્યાંક કેસ વધે છે તો કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘટી પણ રહ્યું છે. કોરોનાની સ્થિતિ અંગે જાણકારી લેવા માટે પ્રધાનમંત્રી વિડીયો કૉંફેરેનસિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરતા હોય છે. ત્યારે આજે ફરી એક વાર તેમણે કોરોનાની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો.
