Skip to main content
Settings Settings for Dark

વીર મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ

Live TV

X
  • આજે મેવાડ નરેશ સીસોદીયા કુલભુષણ ભારતીયોના હદયસમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે.વિદેશી આક્રમણકારીઓ સામે ક્યારેય ન ઝુકનારા આ વીર પુરૂષે ઘાસની રોટલી ખાઈને પણ પોતાની માતૃભુમિની રક્ષા કાજે જીવન ન્યોછાવર કર્યુ.એમના દુશ્મન પણ એમની વીરતાને વંદન કરતા, એવા વીર મહારાણાને આજે વંદન કરીએ. તે બાળપણ અને યુવાનીમાં કિકા તરીકે પણ જાણીતા હતી. તેમણે આ નામ ભીલો પાસેથી મેળવ્યું, જેની સાથે તેમણે શરૂઆતના દિવસો ગાળ્યા. ભીલની બોલીમાં, કિકાનો અર્થ 'પુત્ર' છે. પ્રતાપ મેવાડમાં સિસોદિયા રાજપૂત વંશનો રાજા હતો.

    ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપૂતોને સાથે રાખીને મહારાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિંંહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા. આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાના ૨૫,૦૦૦ રાજપૂતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું હતું.મહારાણા પ્રતાપ ક્યારેય અકબર સામે જુક્યા નથી તેઓ યુદ્ધ પછી, મોગલોએ મેવાડ, ચિત્તોડ, ગોગુંડા, કુંભલગઢ અને ઉદયપુર પર કબજો કર્યો. મોટાભાગના રાજપૂત રાજાઓ મોગલોની નીચે આવી ગયા પણ મહારાણાએ પોતાનો આત્મ-સન્માન કદી છોડ્યું નહીં.

    મુગલોએ જીતેલા ક્ષેત્રો પર કર્યો ફરી કર્યો કબ્ઝો વર્ષ 1582 માં દિવારના યુદ્ધમાં, મહારાણા પ્રતાપે ફરીથી પ્રદેશોનો નિયંત્રણ મેળવ્યો, જે એક સમયે મોગલોને ગુમાવી દેવામાં આવ્યો હતો. કર્નલ જેમ્સ તાવે મુગલો સાથેના આ યુદ્ધને મેવાડની મેરેથોન પણ ગણાવી હતી. 1585 સુધી લાંબી જહેમત બાદ તે મેવાડને મુક્ત કરવામાં પણ સફળ રહ્યો. જ્યારે મહારાણા પ્રતાપ ગાદી પર બેસતા, તે સમયે, મેવાડની જમીન જેટલી તેમના અધિકારમાં હતી, તેટલી આખી જમીન હવે તેમના આધીન હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply