દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર સામેની લડાઇમાં ભારતને વિદેશથી મળતો મદદનો પ્રવાહ ચાલુ
Live TV
-
ઓસ્ટ્રીયાથી 396 ઓકસીજન સીલીન્ડર, અને ચેક રીપબ્લીકથી 500 ઓકસીજન સીલીન્ડર ભારત પહોચ્યાં છે.
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર સામેની લડાઇમાં ભારતને વિદેશથી મળતો મદદનો પ્રવાહ ચાલુ છે. ઓસ્ટ્રીયા તેમજ ચેક રી પબ્લીકથી ઓકસીજન સીલીન્ડર ભારત પહોચ્યાં હતાં. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઓસ્ટ્રીયાથી 396 ઓકસીજન સીલીન્ડર, અને ચેક રીપબ્લીકથી 500 ઓકસીજન સીલીન્ડર ભારત પહોચ્યાં છે. દરમિયાન દેશભરમાં રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર લીકવીડ ઓકસીજનનું વહન કરતા વાહનોને ટોલ ફ્રી કરવામાં આવ્યાં છે.
કોવિડ સંક્રમણને જોતા દેશભરમાં આરોગ્ય ઓકસીજનની માંગને પહોચી વળવા તેને સમયસર પહોચાડવા આ પગલુ ભરવામાં આવ્યું છે. આગામી બે-મહિના કે આગામી આદેશ સુધી આ છુટ ચાલુ રહેશે. એન.એચ.એ.આઇ એ કહ્યું છે કે ફાસ્ટટેગ લાગુ થયા બાદ ટોલ પ્લાઝા ખાતે રોકાણનો સમય લગભગ શુન્ય થયો છે. આ ઉપરાંત આરોગ્યના વાહનોને પણ અગ્રતા આપવામાં આવશે. આ અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યાં છે.
