Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન-તેલંગણામાં ચૂંટણી પ્રચાર બન્યો વેગીલો, 7 ડિસે. મતદાન 

Live TV

X
  • રાજસ્થાન અને તેલંગણામાં તમામ પક્ષોએ તેમના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. બન્ને રાજ્યમાં સાતમી ડિસેમ્બરે મતદાન થવાનું છે. રાજસ્થાનમાં કોંગ્રેસે આજે વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. જેમાં તેણે છોકરીઓને મફત શિક્ષણ અને વૃદ્ધ ખેડૂતોને ઘર બેઠા પેન્શન સહિતના વચનોની લ્હાણી કરી છે. 

    રાજસ્થાનમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાજ્યવર્ધન રાઠોડે ગઇકાલે જોરશોરથી પ્રચાર કર્યો હતો. તેમણે રાજસ્થાનમાં ફરીથી ભાજપની સરકાર રચવા મતદારોને અપીલ કરી હતી. બીજીબાજુ કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને સચિન પાયલોટ સહિતના દિગ્ગજોએ ચૂંટણી સભા સંબોધી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply