જમ્મુ-કાશ્મીરમાં આજે પંચાયત ચૂંટણીમાં પાંચમાં તબક્કાનું મતદાન
Live TV
-
118 સરપંચ અને એક હજાર 46 પંચ અત્યાર સુંધી સર્વાનુમતે ચૂંટાયા છે.
જમ્મુ-કાશ્મીરમાં નવ તબક્કામાં થનારી પંચાયતોની ચૂંટણીનો પાંચમો તબક્કો આજે યોજાશે. મતદાન સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુંધી હાથ ધરાશે. મતદાન માટે કુલ બે હજાર 512 મતદાન કેન્દ્ર ઉબા કરાયા છે. જેમાં એક હજાર 743 જમ્મુ ક્ષેત્રમાં અને 769 કાશ્મીર ક્ષેત્રમાં છે. 448 મતદાન કેન્દ્રને અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. 309 સરપંચ અને એક હજાર 534 પંચોની બેઠક માટે ચાર હજાર 763 ઉમેદવાર મેદાનમાં છે. 118 સરપંચ અને એક હજાર 46 પંચ અત્યાર સુંધી સર્વાનુમતે ચૂંટાયા છે.
