PM નરેન્દ્ર મોદી પહોંચ્યા આર્જેન્ટિના, જી-20 શિખર સંમેલનમાં લેશે ભાગ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મા જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિનાની રાજધાની બુએનોસ એરીસ જવા રવાના થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મા જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિનાની રાજધાની બુએનોસ એરીસ પહોંચી ગયા છે. 30મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી યોજાનારા આ સમ્મેલનમાં વિશ્વ વેપાર સંગઠનમાં સુધારા સહિતના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. જી-20 સમ્મેલનમાં મનિલોન્ડરિંગ, આતંકવાદના મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. શિખર સમ્મેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ અને સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિઓ ગુટરીસ સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે બેઠક યોજશે.
