મધ્યપ્રદેશ-મિઝોરમમાં મતદાન પૂર્ણ, બંને રાજ્યોમાં 75 ટકા મતદાન
Live TV
-
મધ્યપ્રદેશ વિધાનસભાની 230 અને મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. બંને રાજ્યોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયું છે. મધ્યપ્રદેશમાં કુલ મતદાન 75 ટકા જ્યારે મિઝોરમમાં પણ 75 ટકા મતદાન નોંધાયું છે.
મતદાન દરમિયાન વોટિંગ મશીનમાં ખરાબીની ફરિયાદો સામે આવતાં ચૂંટણી પંચ દ્વારા ખરાબ મશીનોને બદલી નાખવામાં આવ્યા હતા. ત્યારે મતદાન દરમિયાન ડ્યૂટી કરતા 3 મતદાન કર્મચારીઓના નિધન થયા છે. ચૂંટણી પંચે આ કર્મચારીઓના પરિવારને દસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
