રાજ્યમાં આજે કોરોનાના નવા 26 કેસ સાથે રિકવરી રેટ 98.75% એ પહોંચ્યો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 26 નવા કેસ નોંધાયા છે, જેની સામે 33 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયા છે. રાજયમાં હાલ કોરોનાનો રિક્વરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ 284 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે, અને 280 કેસો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,032 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. આજે રાજયમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 05, વડોદરામાં 01, રાજકોટમાં 02, ભાવનગરમાં 01, નવસારીમાં 01, જ્યારે સુરત,ગાંધીનગર અને જામનગરમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. બીજી તરફ કોરોના રસીકરણનો પણ વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 1,43,050 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેને મળી અત્યારસુધીમાં કુલ 8,00,23,305 લોકોને કોરોનાની રસી અપાઇ છે.
