રાજ્યસભામાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર પર થયેલી ચર્ચા દરમિયાન ભારે હોબાળો
Live TV
-
ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી.
રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર પર થયેલી ચર્ચા દરમિયાન ભારે હોબાળો થતાં ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી. આ પહેલા આ મુદ્દે ભાજપા અધ્યક્ષ અને સાંસદ અમિત શાહે વિરોધપક્ષ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તત્કાલિન રાજીવ ગાંધી સરકારે આસામ સમજૂતી કરી હતી. તે આસામ સમજૂતીની મૂળમાં જ એમ.આર.સી.ની રચના રહેલી હતી. પરંતુ પહેલાંની સરકારોમાં આવું પગલું લેવાની હિંમત નહોતી. આ પહેલા ચર્ચા દરમિયાન વિરોધપક્ષના નેતા ગુલામનબી આઝાદે વિસ્થાપિત થનારા પરિવારોના વિસ્થાપિતોને મુદ્દે ચિંતા જાહેર કરી હતી. બીજેડીના સાંસદ પ્રસન્ન આચાર્યએ જણાવ્યું હતું કે સુરક્ષાના મુદ્દે ધ્યાન અપાવું જોઇએ. ત્યારબાદ અમિત શાહે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને ભાજપનું વલણ સ્પષ્ટ કરતાં અન્ય રાજકીય પક્ષોને પોતાનું વલણ સ્પષ્ટ કરવા આહવાન આપ્યું હતું.
