Skip to main content
Settings Settings for Dark

રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની PM મોદીની બેઠક 6 કલાક ચાલી, કોરોના સાથે જોડાયેલ વિવિધ બાબતો પર કરાઇ ચર્ચા

Live TV

X
  • સમગ્ર દેશમાં લોકડાઉન અમલી થયાં બાદ ગઇકાલે ફરી પાંચમી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠક યોજી હતી. 6 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં દેશમાં કોરોના વાઈરસ સાથે જોડાયેલી વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19નાં સંક્રમણને આગળ વધતું અટકાવવા અને લોકડાઉનમાંથી તબક્કા વાર બહાર નીકળવા માટે તેમજ આર્થિક ગતિવિધિઓ તેજ કરવાના ઉપાયો પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સમયે આપણું ફોકસ એ વાત પર હોવું જોઈએ કે, આ સંક્રમણ શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ન ફેલાય. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોવિડ-19 બાદની દુનિયા એકદમ બદલાઈ ગઈ છે, અને આપણે તે મુજબ વિચારીને કામ કરવું પડશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિવિધ સ્તરે કોવિડ-19ના પડકારને પહોંચી વળવા માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ પરસ્પર સહયોગથી કામ કરવાની જરૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply