Skip to main content
Settings Settings for Dark

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને ઝટકો

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે ફરીવાર સોદાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો

    સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે. રાફેલ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને રદ કરી દીધી હતી. એ સાથે જ સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયમાંથી લીક થયેલા દસ્તાવેજો અંગેની સુનાવણી કરવાની અરજીને મંજૂરી આપતાં આ પુનર્વિચાર યાચિકા પર સુનાવણીનો માર્ગ મોકળો થયો છે. જો કે તેની તારીખ હવે પછી નક્કી થશે. ઉલ્લેખનીય છે કે રાફેલ સોદા અંગે કેન્દ્ર સરકાર હંમેશા કોંગ્રેસના નિશાના પર રહી છે. તેમાં પણ સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલ સોદા સંબંધિત દસ્તાવેજો ચોરાઈ ગયા બાદ કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં તપાસની માગ કરી હતી. જેના પર કેન્દ્ર સરકારે સ્ટેની માગણી કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ માગણીને રદ કરીને રાફેલ મામલે કોંગ્રેસની અરજીને ગ્રાહ્ય રાખીને ફરીવાર સોદાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપી દીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply