રામાનંદ સાગરની પ્રસિદ્ધ ધારાવાહિક રામાયણનું આજથી પુનઃ પ્રસારણ શરૂ
Live TV
-
એક સમય હતો જ્યારે દૂરદર્શન પર રવિવારે સવારે રામાયણ ધારાવાહિકનું પ્રસારણ થતું. લોકો ભક્તિભાવથી સ્નાનાદિ ક્રિયા કરીને ટીવી સામે ગોઠવાઈ જતા. તે સમયે રસ્તાઓ પણ સૂમસાન થઈ જતા. આજે પરિસ્થિતિ જુદી બની છે. કોરોના વાઇરસથી બચવા રસ્તાઓ સૂમસાન થયા ત્યારે લૉકડાઉનમાં સમય સારી રીતે વિતાવવા , દર્શકોની માગણી પર આજથી સવારે 9 વાગ્યાથી દૂરદર્શન નેશનલ ચેનલ પર રામાનંદ સાગરના પ્રસિદ્ધ રામાયણ ધારાવાહિકનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. પહેલો એપિસોડ સવારે નવ વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે નવ વાગ્યે પ્રસારિત કરાશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી. આ ઉપરાંત ડીડી ભારતી પર 28 માર્ચથી બપોરે 12 અને સાંજે 7.00 વાગે મહાભારત જોઈ શકાશે.
