રાયપુર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠક બાદ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત
Live TV
-
છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ છત્તીસગઢની કુનકુરી વિધાનસભા બેઠક પર ચુંટાયા હતા.
ભાજપના મોવડી મંડળના આદેશ પ્રમાણે નિરીક્ષકોએ રાયપુર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠક બાદ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત કરી છે. તેઓ છત્તીસગઢની કુનકુરી વિધાનસભા બેઠક પર ચુંટાયા હતા. છત્તીસગઢમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે. વિષ્ણુદેવ સાય આ સમાજમાંથી જ આવે છે. તેઓએ વર્ષ 2020માં પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સાય 1999 થી 2014 સુધી રાયગઢથી સાંસદ રહ્યાં હતાં. મોદી સરકારની પ્રથમ ટર્મમા તેમને મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. પોતાના નામની જાહેરાત બાદ વિષ્ણુદેવ સાયે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે પાર્ટીએ ગામના નાના કાર્યકરને છત્તીસગઢનું નેતૃત્વ કરવાની તક આપી છે. તેમણે પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, અને ગૃહમંત્રીનો આભાર માન્યો હતો.
