કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બિહારની રાજધાની પટણામાં 26મી પૂર્વ ક્ષેત્રિય પરિષદની અધ્યક્ષતા કરી
Live TV
-
આ પરિષદમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ રાજ્યો બેઠકમા સામેલ થયા હતાં.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બિહારની રાજધાની પટણામાં 26મી પૂર્વ ક્ષેત્રિય પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ પરિષદમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ રાજ્યો બેઠકમા સામેલ થયા હતાં. બેઠકમાં બાળકો સામેના ગુના તથા મહિલાઓ પર દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના સંદર્ભે ઝડપી તપાસ તથા ત્વરિત ન્યાય પ્રણાલી માટે ફાસ્ટટ્રેક વિશેષ ન્યાયાલય, દેશમાં 2 લાખ નવી પ્રાથમિક ખેડૂત લોન સમિતિની રચના, પોષણ અભિયાનના માધ્યમથી બાળકોને કુષોષણ મુક્ત બનાવવા, જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના પ્રતિનિધિઓને સંબોધતા શ્રી શાહે તમામ સભ્યોને સર્વાંગી વિકાસ માટે સહકારી સંઘવાદની ભાવના સાથે કામ કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સભ્ય દેશોએ લાંબા સમયથી પડતર મુદ્દાઓના નિરાકરણ માટે ઉદાર અને સૌહાર્દપૂર્ણ અભિગમ અપનાવવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષ દરમિયાન, પૂર્વીય ઝોનલ કાઉન્સિલનો ઈતિહાસ ખૂબ જ સફળ રહ્યો છે કારણ કે આ મંચ પર વાતચીત દ્વારા 1,100 થી વધુ વિવાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બેઠક દરમિયાન જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રી કુમારે કેન્દ્રને દેશમાં જાતિ આધારિત વસ્તીગણતરી હાથ ધરવા વિનંતી કરી જેથી વંચિત વર્ગોને ન્યાય મળી શકે. તેમણે જણાવ્યું હતું કે સામાજિક-આર્થિક અહેવાલ જાહેર થયા બાદ બિહારે ગરીબી નાબૂદી માટે ઘણાં સુધારાત્મક પગલાં લીધાં છે.
