રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી ઉત્તરપ્રદેશના બે દિવસના પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે તેઓ સોમવારથી એટલે કે આજથી ઉત્તર પ્રદેશની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ વારાણસી ખાતે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ મૂર્મુ લખનૌ ખાતે ડિવાઈન હાર્ટ ફાઉન્ડેશન (ઈન્ડિયા)ના 27 વર્ષની ઉજવણીમાં પણ હાજરી આપશે.
મંગળવારે, રાષ્ટ્રપતિ લખનૌમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના બીજા દીક્ષાંત સમારોહમાં પણ હાજર રહેશે.
