સુપ્રીમ કોર્ટમાં કલમ 370 કાશ્મીર વિશેષધિકારોને સમાપ્ત કરવા અંગે આજે ચુકાદો
Live TV
-
કલમ 370 અંતર્ગત કાશ્મીરને મળેલા વિશેષ અધિકારોને સમાપ્ત કરવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવી શકે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ અરજી કરવામાં આવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટની પાંચ જજની સંવિધાન પીઠ પોતનો નિર્ણય જાહેર કરશે.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠે 16 દિવસ સુધી ઊંડાણપૂર્વંક અભ્યાસને અંતે આ મુદ્દે સુનવણી હાથ ધરી હતી. ત્યાર બાદ પાંચ સપ્ટેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અરજદારે સંસદમાં પસાર જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ને ગેર બંધારણીય ગણાવી અપીલ કરી હતી. જેની સામે કેન્દ્રનું કહેવું છે કે કલમ 370 અસ્થાયી વ્યવસ્થા છે.
