રાષ્ટ્રપતિએ કેરળના તિરુવનંતપુરમમાં પી.એન. પનીકરની કાંસ્ય પ્રતિમાનું કર્યું અનાવરણ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે, વૈજ્ઞાનિક સ્વભાવ, માનવતાવાદ, અને સુધારાની ભાવના વિકસાવવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. આજે કેરળમાં તિરુવનંતપુરમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કેરળમાં પુસ્તકાલય અને સાક્ષરતા ચળવળના પિતા પી.એન. પનીકરની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. રામનાથ કોવિંદે કહ્યું કે કેરળમાં ઉચ્ચ સાક્ષરતા અને શિક્ષણના સ્તરના કારણે રાજ્યને માનવ વિકાસના ઘણા સૂચકાંકોમાં અન્ય રાજ્યો કરતાં આગળ રાખ્યું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેરળની એક આગવી વિશેષતા છે કે દરેક છેવાડાના ગામડાઓમાં પણ એક પુસ્તકાલય છે. તેમણે પીએન પનીકરના યોગદાનની પણ પ્રશંસા કરી, જેમણે પુસ્તકાલયો અને સાક્ષરતાને લોકોનું આંદોલન બનાવ્યું. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન અને અન્ય મહાનુભાવોએ સમારોહમાં હાજરી આપી હતી. શ્રી કોવિંદ આજે સાંજે પદ્મનાભ સ્વામી મંદિરમાં દર્શને જશે. કેરળની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે નવી દિલ્હી પરત ફરશે.