DRDO- ભારતે બેલેસ્ટિક મિસાઇલ 'પ્રલય'નું કર્યું સફળ પરીક્ષણ
Live TV
-
ડીઆરડીઓએ ગુરુવારે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ઓડિશા નજીક એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી જમીનથી જમીન પર પ્રહાર કરતી ઓછા અંતરની મારક ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું સફળ પરીક્ષણ કર્યું હતું. પ્રલય 35-500 કિલોમીટરથી ઓછા અંતરથી જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલ છે અને તે 500-1000 કિલોગ્રામનો ભાર વહન કરવા સક્ષમ છે. ચોકસાઈના મામલે આ મિસાઇલ ચીનની બેલેસ્ટિક મિસાઇલોનો સામનો કરવા સક્ષમ છે. આ મિસાઇલ અન્ય શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલોની સરખામણીમાં વધુ ઘાતક છે.
છેલ્લા 24 કલાકમાં ડીઆરડીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આ બીજી સફળ કવાયત હતી. બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’ના સફળ પરીક્ષણ બદલ રક્ષામંત્રી રાજનાથસિંહે DRDOની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.