પ્રધાનમંત્રીએ વારાણસીમાં 870 કરોડ રૂ.થી વધુની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે વારાણસીના પ્રવાસે હતા અને ત્યાં કેટલીક વિકાસ પરિયોજનાનો શુભારંભ કર્યો હતો. વારાણસીમાં 870 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ પરિયોજનાનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ બનાસ ડેરી સંકુલનો શિલાન્યાસ કર્યો. આ પ્લાન્ટ 475 કરોડના ખર્ચે 30 એકરમાં નિર્માણ પામશે.1 લાખ 70 હજાર 176 પશુપાલકોના બેન્ક એકાઉન્ટમાં સીધા 35 કરોડ 19 લાખ રુપિયા જમા બોનસ તરીકે જમા કર્યા. આ સાથે જ બાયોગેસ આધારિત વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના 20 લાખથી વધુ લાભાર્થીઓને આવાસીય રેકોર્ડ 'ઘરૌની' ડિજિટલ માધ્યમથી વિતરણ કર્યું.પ્રધાનમંત્રી શહેરી વિકાસ પરિયોજનાનું પણ ઉદ્ધાટન કર્યું. આ સિવાય 107 કરોડના ખર્ચે અંતર વિશ્વવિદ્યાલય અધ્યાપક શિક્ષણ કેન્દ્ર અને 7 કરોડના ખર્ચે કેન્દ્રિય ઉચ્ચ તિબ્બતી સંસ્થાનું, તો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 130 કરોડ રૂપિયાના ખર્ચે મહામના પંડિત મદનમોહન માલવીય કેન્સર સેન્ટરમાં ડૉક્ટર છાત્રાલય અને છાત્રાલયનુ ઉદ્ઘાટન કર્યું