આજે છે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ
Live TV
-
આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ છે. ગ્રાહક ચળવળના મહત્વ પર વધુ ભાર મુકવા અને દરેક ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ વિશે તેમનામાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 24મી ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ગ્રાહક સુરક્ષા કાયદો, 1986 લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાનો ઉદ્દેશ ગ્રાહકોને ખામીયુક્ત માલસામાન, સેવાઓમાં ઉણપ અને અન્યાયી વેપાર સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે.
ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે લોકોને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહેવા અને જાગૃત ગ્રાહક બનવાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું છે.