જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળની આતંકવાદી અથડામણમાં એક આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અરવાની વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની સૂચના પર, સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગતિવિધિઓની જાણ થતા સુરક્ષાદળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા, સુરક્ષા દળે એક આતંકીને ઠાર કર્યો હતો.
જોકે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી નથી. અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવી છે.