દેશના ગૌરવ સમાન INS ખુકરીની 32 વર્ષ બાદ વિદાય
Live TV
-
INS ખુકરી જેને 32 વર્ષ સુધી શાનદાર સેવા આપી તે હવે સેવામુક્ત થયું છે. INS ખુકરી મિસાઈલ કાર્વેટ્સમાંનું પ્રથમ જહાજ છે. જહાજનો સેવામુક્ત કાર્યક્રમ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ, નૌસેનાની પતાકા અને જહાજને સેવામુકત કરનાર પતાકા નીચે કરવામાં આવી હતી. સમારંભના મુખ્ય અતિથિ પૂર્વ નૌસેના કમાનના ફલેગ ઓફિસર વિશ્વજીત દાસગુપ્તા હતા. જહાજના કેટલાક સેવારત અને સેવાનિવૃત પૂર્વ કમાન્ડિંગ અધિકારીઓની ઉપસ્થિતિમાં જહાજનૌ ઔપચારિક સમારંભ યોજાયો. કાર્વેટનું નિર્માણ 23 ઓગસ્ટ 1989માં ડૉક શિપબિલ્ડર્સે શરૂ કર્યું હતું. INS કુફરીમાં 28 કમાન્ડિંગ અધિકારીઓએ 6,44,897 સમુદ્ર માઈલનું અંતર કાપ્યુ હતું. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતા 30 ગણુ વધારે છે અને તે દુનિયાભરને નેવિગેટ કરવા બરાબર છે. INS જહાજ ભારતીય સેનાના ગોરખા બ્રિેગેડ સાથે સંલગ્ન હતું. લેફટનન્ટ જનરલ પી.એન. અનંત નારાયણ, ગોરખા બ્રિગેડના અધ્યક્ષે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.