રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યા નારી શક્તિ એવોર્ડ
Live TV
-
આંતરરાષ્ટ્રીય મહિલા દિને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનારી દેશની મહિલાઓને નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ મહિલાઓમાં INSV તારિણી પર સવાર થઈને દુનિયાના પ્રવાસે નીકળેલી છ મહિલા અધિકારી પણ સામેલ હતી. આ ઉપરાંત દેશની 34 મહિલાઓ અને વિવિધ સંસ્થાઓને સામાજિક ઉત્થાન બદલ રાષ્ટ્રપતિએ સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી સહિત અનેક પ્રધાનો , પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્પતિએ આ મહિલાઓના યોગદાનની સરાહના કરી હતી અને દીકરીઓના જીવનમાં સુધારો લાવવા માટે પણ પહેલ કરી હતી. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.