ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં આજથી ભારતના પ્રવાસે
Live TV
-
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં ચાર દિવસની યાત્રાએ આજે દિલ્હી પહોંચશે. મેક્રોં પ્રધાનમંત્રી મોદી સાથે મળીને આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધન સંમેલનું ઉદ્ઘાટન કરશે. બંન્ને દેશો વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને ઉર્જા સહયોગના ક્ષેત્રમાં કરારની આશા છે.
ભારતમાં 11 માર્ચથી આયોજીત થઈ રહેલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનમાં સામેલ થવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે ભારત આવી રહ્યાં છે. તેઓ ચાર દિવસની ભારતની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આર્થિક, રાજનીતિક, રણનીતિક અને ન્યૂક્લિયર પાવર પ્રોજેક્ટ પર વાતચીત કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની પ્રથમ ભારતીય યાત્રા છે. મૈકરોન પોતાની આ યાત્રા દરમિયાન ઉત્તરપ્રદેશના વારાણસીનો પ્રવાસ કરશે.
આઈએએસ સંમેલનમાં વિશ્વના આશરે 125 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. આઈએસમાં હાજરી આપવા માટે 25થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ દિલ્હી પહોંચશે. શનિવારે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ સમિટ માટે આવેલા તમામ વિદેશી મહેમાનોના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહનું આયોજન કરવામાં આવશે.