સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુની આપી મંજુરી, વ્યક્તિને સન્માનથી મરવાનો પુરો હક્ક
Live TV
-
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બંધારણિય બેંચે શર્તની સાથે ઇચ્છા મૃત્યુની પરવાનગી આપી.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય સંભળાવતા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બંધારણિય બેંચે શર્તની સાથે ઇચ્છા મૃત્યુની પરવાનગી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યું, લોકોને સન્માન સાથે મરવાનો પુરો હક છે.
એનજીઓ કોમન કોજે 2005માં આ મુદ્દા પર અરજી દાખલ કરી હતી. અરજી પ્રમાણે ગંભીર બિમારી સાથે જજુમી રહેલા લોકોને લિવિંગ વિલ બનાવવાનો હક હોવો જોઈએ. આ લિવિંગ વિલના માધ્યમથી એક વ્યક્તિ તે કહી શકે કે તે જ્યારે એવી સ્થિતિમાં પહોંચી જાય જ્યારે તેને યોગ્ય થવાની આશા ન હોય, ત્યારે તેને બળજબરીથી સાઇફ સ્પોર્ટ સિસ્ટમ પર ન રાખવામાં આવે.