રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર
Live TV
-
નવી દિલ્હીઃ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસની વિભાજનની નીતી દેશના વિકાસમાં અવરોધરૂપ બની હતી. તેમણે ઉમેર્યું કે, સરકારે ગરીબ વંચિતો અને મધ્યમ વર્ગના યુવાનોને રોજગાર લક્ષી પંખ આપવાનું કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદના બંન્ને ગૃહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. પીએમએ લોકસભામાં કોંગ્રેસની જબરદસ્ત ટીકા કરી. આ પછી સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ કોંગ્રેસ પર ટ્રિપલ તલાક બિલને અટકાવવાનો આરોપ મૂકીને સવાલ કર્યો કે જો હિંદુ બે લગ્ન કરીને જેલ ચાલ્યો જાય તો તેમના પરિવારનું ભરણ-પોષણ કોણ કરશે?
પીએમ મોદીએ કોંગ્રેસના નેમ ચેન્જરવાળા ટોણાનો જવાબ આપીને કહ્યું કે તેઓ નેમ ચેન્જર નહીં પણ એમ ચેન્જર છે એટલે કે તેમનો એક જ ઉદ્દેશ છે અને એ છે લક્ષ્યનો પીછો કરવો. પીએમએ કહ્યું છે કે, ‘કોંગ્રેસે ક્યારેય લાલ કિસ્સાથી બીજી સરકારના વખાણ નથી કર્યા પણ મેં કર્યા છે. બીજેપીની બુરાઈ કરતા-કરતા લોકો ભારતની બુરાઈ કરવા લાગે છે. જો કોંગ્રેસને ગાંધીજીનું ભારત જોઈએ છે તો મને પણ ગાંધીજીનું જ ભારત જોઈએ છે. ગાંધીજીએ જ કહ્યું હતું કે આઝાદી મળી ગઈ છે અને એના પછી કોંગ્રેસની જરૂર નથી."