ત્રિપુરામાં પરિવર્તનના યુગની શરૂઆત : પીએમ મોદી
Live TV
-
નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે 256 ઉમેદવારો તથા મેઘાલયમાં 443 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે.
વિધાનસભાની આગામી ચૂંટણીઓને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાની વિશેષ મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ તેમણે સોનાપૂરા ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલીમાં ભારે ભીડમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદીએ રેલી સંબોધતા કહ્યું કે, રાજ્યમાં બદલાવની સ્થિતિ ચાલી રહી છે. આગામી સમયમાં ત્રિપુરામાં વિકાસનો યુગ આવશે અને વિકાસ નવી દિશામાં આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે, નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે 256 ઉમેદવારો તથા મેઘાલયમાં 443 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે. સોનામુરા તથા કૈલાસનગરના વિસ્તારોની મુલાકાત લેશે. 12મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. 3જી માર્ચના રોજ ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે અનેક વિસ્તારોની મુલાકાત લેશે તથા ચૂંટણી રેલીને પણ સંબોધન કરશે.