રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ આતંકવાદીઓના દુષ્કૃત્યને વખોડ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરીને , કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે ઘાયલ જવાનોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા જણાવ્યું હતું , કે જવાનોના પરિવારો સાથે , દેશ ખભેથી ખભો મેળવી ઉભો રહેશે.
આ આતંકી હુમલાના પરિણામે દેશભરમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિએ પણ આતંકવાદીઓના દુષ્કૃત્યને વખોડ્યું હતું. તો CRPF ના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાની , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરીને , કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે ઘાયલ જવાનોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા જણાવ્યું હતું , કે જવાનોના પરિવારો સાથે , દેશ ખભેથી ખભો મેળવી ઉભો રહેશે. આ અંગે કેન્દ્રિય મંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું , કે કાયરતાપૂર્ણ થયેલા આ ઘાતકી હુમલાનો , વળતો જવાબ આપવામાં આવશે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર , કે.વિજય કુમારે જણાવ્યું હતું , કે ફોરેન્સીક ટીમ ખડે પગે હાજર રહી , કામગીરી કરી રહી છે. તો કેન્દ્રિય મંત્રી ડો.જીતેન્દ્ર સિંઘ , અને ભાજપ નેતા રામ માધવે , ઘાતકી કૃત્યને વખોડીને , જવાનોના પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત દેશભરના રાજકીય નેતાઓએ પણ , પ્રતિક્રિયા આપી હતી.
