રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે આજે દિલ્હીમાં શિષ્ઠ મંડળસ્તરની વાર્તા
Live TV
-
બન્ને દેશો વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરાર થશે હસ્તાક્ષર
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે નવી દિલ્હીમાં ટોચના મંત્રીમંડળ સ્તરની ચર્ચા થશે. બન્ને દેશો વચ્ચે ઘણી મહત્વની સમજૂતી ઉપર હસ્તાક્ષર થશે. ભારતના પ્રવાસે આવેલા ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત થશે. ટ્રમ્પ રાજધાટ ઉપર મહાત્મા ગાંધીની સમાધી ઉપર શ્રધ્ધાસુમન અર્પણ કરશે. ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના સંબોધનમાં બન્ને દેશોની પ્રાથમિકતાઓને રેખાંકિત કર્યું હતું અને બન્ને દેશોએ મળીને પરસ્પર હિતો ઉપર આગળ વધવાની વાત કરી છે. તેમજ ક્ષેત્રીય અને વૈશ્ર્વીક પડકારો સામે મળીને લડવાની પ્રતિબધ્ધતાને બન્ને નેતાઓએ દહોરાવ્યું હતું.
