Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પની સાબરમતી આશ્રમની મુલાકાત

Live TV

X
  • યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો એરફોર્સ વન તરીકે જાણીતા વિમાનમાં અમદાવાદ હવાઈ મથકે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પનુ સન્માનભેર સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિમાનની સીડી સુધી ગયા ત્યારે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ તેમને ભેટી પડ્યા હતા. રાજયપાલ આચાર્યદેવ વ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે ટ્રમ્પના સ્વાગતમાં જોડાયા હતા. શંખનાદ અને રસ ગરબાની રમઝટ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને હવાઈ મથક પરિસરમાં આવકાર અપાયો તે દ્રશ્ય ગુજરાતના ઇતિહાસમાં યાદગાર બની ગયું છે.       

     અમદાવાદ હવાઈ મથક થી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો સાબરમતી આશ્રમ તરફ હંકારી ગયો હતો. હવાઈ મથક થી આશ્રમ વચ્ચેના રોડના બંને કિનારે લોકોની ભીડ જામી હતી. સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પનુ કાર્તિકેય સારાભાઇ એ ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી તેમને હૃદય કુંજમાં દોરી ગયા હતા જ્યાં બંને મહાનુભાવો એ મહાત્મા ગાંધીની તસવીરને સૂતરની આંટી પહેરાવી અંજલિ આપી હતી.     

    આશ્રમ ના અંતેવાસી પાસેથી ટ્રમ્પ દંપતી ચરખો કાંતવાની કળા વિષે માહિતગાર થયા હતા. આશ્રમની મુલાકાત પોથી માં પોતાના હસ્તાક્ષર સાથે ટ્રમ્પએ લખ્યું હતું કે આવા અદ્ભુત સ્થળની મુલાકાત લેવાનો અવસર આપવા બદલ તેઓ પ્રધાનમંત્રી મોદીના આભારી છે .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply