Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ યાત્રા ભારત અને અમેરિકાના સંબંધોનો એક નવો અધ્યાય છે : પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતા કહ્યું હતું કે,વિશ્વની આ સૌથી મોટી લોકશાહીમાં તમારું સહૃદય ખૂબ-ખૂબ સ્વાગત છે. આ ધરતી ગુજરાતની છે પરંતુ તમારા સ્વાગત માટેનો ઉત્સાહ સમગ્ર હિન્દુસ્તાનમાં છે. આ ઉત્સાહ, આ આકાશ સુધી ગૂંજતો ધ્વની, આ સંપૂર્ણ વાતાવરણ એરપોર્ટથી લઈને અહીં સ્ટેડિયમ સુધી દરેક દિશા ભારતની વિવિધતાઓના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. અને આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, ઇવાન્કા અને જરેદની હાજરી, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પોતાના પરિવાર સાથે અહીં આવવું એ ભારત-અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવી મીઠાશ અને ઘનિષ્ઠતાની ઓળખ આપી રહ્યા છે.

    વધુમાં પ્રધાનમંત્રીએ ભારત અને અમેરિકાના સંબંધોને લઈને જણાવ્યું કે, ભારત-અમેરિકાના સંબંધો એ માત્ર સામાન્ય ભાગીદારી નથી પરંતુ તે તેના કરતા પણ વિશેષ અને ઘનિષ્ઠ સંબંધ છે. આ કાર્યક્રમનું જે નામ છે – ‘નમસ્તે’ તેનો અર્થ પણ ઘણો ઊંડો છે. તે વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક સંસ્કૃતનો શબ્દ છે. તેનો ભાવ છે કે માત્ર વ્યક્તિને જ નહી પરંતુ તેની અંદર વ્યાપ્ત દિવ્યતાને પણ અમે નમન કરીએ છીએ.અમારી આ સમૃદ્ધ વિવિધતા, વિવિધતામાં એકતા અને એકતાની ગતિશીલતા ભારત અને અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોનો બહુ મોટો આધાર છે. એક મુક્તતાની જમીન છે તો એક સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. એકને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી પર ગર્વ છે તો બીજાને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ગૌરવ છે. એવું ઘણું છે જે આપણે વહેંચીએ છીએ, પારસ્પરિક મૂલ્યો અને આદર્શો, પારસ્પરિક ઉદ્યોગનો ઉત્સાહ અને ઇનોવેશન, પારસ્પરિક તકો અને પડકારો, પારસ્પરિક આશાઓ અને મહત્વકાંક્ષાઓ. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ઊંડી બની છે અને એટલા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ યાત્રા ભારત અને અમેરિકાના સંબંધોનો એક નવો અધ્યાય છે. એક એવો અધ્યાય કે જે અમેરિકા અને ભારતના લોકોની પ્રગતી અને સમૃદ્ધિનો નવો દસ્તાવેજ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply