રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મુએ પુનામાં સશસ્ત્ર બલ મેડીકલ કોલેજને સોંપ્યુ રાષ્ટ્રપતિનું નિશાન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મુએ પુનામાં સશસ્ત્ર બલ મેડીકલ કોલેજને સોંપ્યુ રાષ્ટ્રપતિનું નિશાન
રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન પૂણેની આર્મ્ડ ફોર્સિસ કોલેજમાં પ્રેસિડન્ટ્સ કલર રજૂ કર્યું હતું. તેમણે ઉપસ્થિત રહેલા જવાનોને કહ્યું કે, કોવિડ મહામારી દરમિયાન AFMCના કાર્યકરો ડગ્યા વિના પરિસ્થિતિનો સામનો કર્યો હતો. આ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓની મોટી જવાબદારી છે, કારણ કે તમામ વિદ્યાર્થીઓએ દેશની સેવા કરતા બહાદુર સૈનિકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાની છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 'પ્રજ્ઞા', 'કમ્પ્યુટેશનલ મેડિસિન' માટેના આર્મ્ડ ફોર્સિસ સેન્ટરનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ નાગપુર રવાના થશે જ્યા રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુ સરકારી મેડિકલ કોલેજ-નાગપુરની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ 20 નવેમ્બરથી મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ 2 ડિસેમ્બરે એટલે આવતીકાલે નાગપુરમાં રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના 111માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
