રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -2023 એનાયત કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -2023 એનાયત કર્યા. આ પુરસ્કારો સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના જુદા જુદા વર્ગોમાં આપવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ જલશક્તિ અભિયાન અંતર્ગત કૈચ ધ રેઇનનો આરંભ કરાવ્યો. તેઓએ જલશક્તિથી નારીશક્તિ વિષય પર એક વીડિયો અને એક સ્મારક ટિકિટ પણ બહાર પાડી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સુજલ શક્તિની અભિવ્યક્તિનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારે મહિલાઓને પડતી સમસ્યાઓને લક્ષ્યમાં રાખીને સ્વચ્છ ભારત ઇમરાન અને જળજીવન મિશન શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું.
