RBI એ Amazon Pay ને નિર્દેશોનું પાલન ન કરવા બદલ 3,06,66,000 રૂ. નો દંડ ફટકાર્યો
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને નો યોર કસ્ટમરને સંબંધિત અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ ત્રણ કરોડ છ લાખ છાસઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
RBI એ જણાવ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs)ના કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ કંપની પર આ કાર્યવાહી કરી છે. કંપની પર કુલ 3,06,66,000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે કંપનીને આરબીઆઇએ નોટિસ મોકલી છે.આ મામલે કંપનીને RBI એ નોટિસ મોકલી છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દંડ PPIs પર માસ્ટર ડાયરેક્શન્સ અને માસ્ટર ડિરેક્શન – Know Your Customer Direction 2016 ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે.
