રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિલ્વાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સિલ્વાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર, ઝંડા ચોકનું ઉદ્ઘાટન કર્યું અને એક જાહેર સમારંભને સંબોધિત કર્યું હતું.
વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ આપવું એ સમયની જરૂરિયાત છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેઓ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કરીને અત્યંત ખુશ છે. તેમણે કહ્યું કે યુટી પ્રશાસને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કર્યા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ આપવા માટે 2018માં સરકારી એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરવામાં આવી હતી અને 2022માં NIFTની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રયાસો યુટીના યુવાનો માટે મોટી તક પૂરી પાડશે.
પર્યટનના વિસ્તરણ દ્વારા અમર્યાદિત રોજગારની સંભાવના
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ પ્રદેશમાં ખૂબ જ સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે. આ કારણોસર આ કેન્દ્રશાસિત પ્રદેશ એક સારું પર્યટન સ્થળ છે. તેમણે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પ્રવાસન ક્ષેત્રે વિસ્તરણથી રોજગારની નવી તકો સર્જાય છે. જીવનના વિવિધ ક્ષેત્રના લોકોને મળવું આપણને વધુ ઉદાર અને સંવેદનશીલ બનાવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લોકોએ જે ઉષ્મા સાથે તેમનું સ્વાગત કર્યું છે તે હંમેશા તેમની યાદોમાં કોતરવામાં આવશે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે આ કેન્દ્રશાસિત પ્રદેશના લોકોનો આભાર માન્યો હતો.