Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરીની રથયાત્રામાં બનશે સહભાગી

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરીની રથયાત્રામાં બનશે સહભાગી

    ઓડિશાના પુરીમાં આજથી જગ્ન્નાથ ભગવાનની રથયાત્રાનો શુભારંભ થશે. અને તેના માટે અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે.  આ રથયાત્રા 16 જુલાઈ સુધી ચાલશે.  આજે  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ પણ આ રથયાત્રામાં સામેલ થશે.  પુરીની રથયાત્રા 7 દિવસ સુધી ચાલે છે.  કહેવાય છે કે બહેન સુભદ્રાએ  નગરચર્યાની ઇચ્છા વ્યક્ત કરતા  મોટાભાઈ બળભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્યા કરીને  તેમના માસીના ગેર ગુંડીચા પહોંચ્યા હતા. ત્યાં 7 દિવસ રોકાઇને પરત ફર્યા હતા.  આ કથા પ્રમાણે દર વર્ષે  ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજાય છે. 

    પરંપરા મુજબ, પહેલા જગન્નાથ મહાપ્રભુનો નંદીઘોષ રથ લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ દેવી સુભદ્રાના દર્પદલન અને છેલ્લે ભાઈ બલભદ્રનો તાલધ્વજ રથ લાવવામાં આવ્યો હતો. રવિવારે અનેક સ્તરે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સાંજના સમયે પ્રતિકાત્મક રીતે રથને ખેંચવામાં આવશે. આ પછી સોમવારે રથયાત્રાની બાકીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply