ઉત્તર પ્રદેશના લખનઉ, ગોંડા અને ગોરખપુર સહિત 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Live TV
-
ઉત્તર પ્રદેશના લખનઉ, ગોંડા અને ગોરખપુર સહિત 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. ઉતરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરી છે તેમજ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે.
