રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને 77માં સ્વતંત્રતા દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 15મી ઓગસ્ટ 2023ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને 77મા સ્વતંત્રતા દિવસના અવસરે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી આર ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતની એકતા અને અખંડિતતાને અકબંધ રાખવાની સાથે આપણે મજબૂત અને વિકસિત ભારત માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો છે.